વિકિડેટા:જાહેર ઈન્કાર
Note: This document was originally written in English. While we hope that subsequent translations of this document are accurate, in the event of any differences in meaning between the original English version and a translation, the original English version takes precedence.
વિકિડેટા એ માહિતીનો એક ઓનલાઈન સહયોગાત્મક મુક્ત-સામગ્રી ભંડાર છે; તે માનવ જ્ઞાનના સહિયારા સ્રોતના વિકાસ માટે સ્વેચ્છાએ કામ કરતા વ્યક્તિઓ અને સમૂહોનું મંડળ છે. પ્રકલ્પનો ઢાંચો ઈન્ટરનેટ જોડાણ ધરાવતા કોઈપણને તેની સામગ્રીમાં ફેરફાર કરવા છૂટ આપે છે. મહેરબાની કરીને એ વાતનું ધ્યાન રાખશો કે એવું જરૂરી નથી કે અહિ મૂકેલ કોઈપણ વસ્તુની જાણકાર વ્યક્તિઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હોય કે જેથી આપને સંપૂર્ણ, સચોટ અને ભરોસાપાત્ર માહિતી મળે.
તેનો મતલબ એવો નથી કે તમને વિકિડેટા પર કિંમતી અને સચોટ માહિતી નહિ મળે; મોટાભાગે તમને મળશે. જો કે અહીં મળતી માહિતી વિશે વિકિડેટા તમને બાંહેધરી નહિ આપી શકે. કોઈ પણ લેખમાંની માહિતી કોઈ એવા વ્યક્તિ દ્વારા ફેરવાઈ હોય, ભાંગફોડ કરાઈ હોય કે જેનો અભિપ્રાય જે તે ક્ષેત્રમાં આપેલ માહિતી સાથે મેળ ન ખાતો હોય.
વિધિવત સમીક્ષા નહિ
વિકિડેટા પાસે એવું કોઈ વહીવટી સંપાદકો કે સભ્યોનું બોર્ડ નથી જે સામગ્રી પ્રકાશિત થતા પહેલાં તેની ચકાસણી કરે. અમારો સક્રિય સમુદાય Special:Recentchanges અને Special:Newpagesની મદદથી નવા અને ફેરફાર થતી માહિતી પર નજર રાખે છે. જોકે, વિકિડેટાની એકરૂપ રીતે કોઈ સમીક્ષા થતી નથી; સાથે સાથે વાચકો ભૂલો સુધારી શકે છે અને પ્રાસંગિક સમીક્ષામાં જોડાઈ શકે છે, તેમની કોઈ કાયદાકીય ફરજ આ પ્રમાણે કરવાની નથી અને તેથી જ અહિં વાંચી શકાતી તમામ માહિતીની યોગ્યતાની બાંહેધરી કોઈ પણ હેતુ કે ઉપયોગ માટે અપાતી નથી.
કોઈ પણ યોગદાનકર્તા, પુરસ્કર્તા, પ્રબંધકો અથવા વિકિડેટા સાથે કોઈપણ પ્રકારે જોડાયેલ અન્ય કોઈપણ, તમારા વપરાશ માટેની માહિતીમાં રહેલ ભૂલ અથવા બદનક્ષીકારક ચીજોને અમારા વેબ પેજ સાથે સાંકળી શકાય નહિ.
કરાર નહિ; સીમિત પરવાના
મહેરબાની કરીને તમે એ વસ્તુ ધ્યાન પર રાખજો કે અહિં ઉપલબ્ધ માહિતી મુક્ત રીતે અપાય છે, અને તમારી અને વેબસાઈટના માલિકો અથવા સભ્યો, સર્વરના માલિકો કે જેના પર આ જાળસ્થળ હોસ્ટ કરાયેલ છે, વ્યક્તિગત વિકિડેટાના યોગદાનકર્તાઓ, પ્રકલ્પના કોઈપણ પ્રબંધક, અથવા અહિં અથવા અન્ય કોઈપણ પ્રકલ્પ પર કોઈ પણ રીતે જોડાયેલ સાથે તમારા કોઈપણ દાવા માટે પ્રત્યક્ષ રીતે કોઈપણ જાતનો કરાર થયેલ નથી. તમને આ જાળસ્થળ પરથી નકલ કરવાનો સિમિત પરવાનો મળેલ છે; તેનાથી વિકિડેટા અને તેના એજન્ટ, સભ્યો, આયોજકો અથવા અન્ય સભ્યો ઉપર કોઈપણ કરારની જવાબદારી ઊભી નથી થતી.
આ માહિતીના ઉપયોગ અને ફેરફાર માટે Creative Commons Attribution-Sharealike 3.0 Unported License (CC-BY-SA) અને Creative Commons Public Domain Dedication (CC-0)થી આગળ તમારી અને વિકિડેટા વચ્ચે કોઈપણ જાતની સમજૂતી અથવા કરાર નથી; વિકિડેટા અથવા અન્ય સાથી પ્રકલ્પો પર તમારા દ્વારા મુકાયેલ માહિતી કોઈ બદલે, સંપાદિત કરે, ફેરફાર કરે અથવા દૂર કરે તો વિકિડેટા ખાતે કોઈની જવાબદારી રહેશે નહિ.
અધિકારક્ષેત્ર અને સામગ્રીની કાયદેસરતા
તમે જે દેશ અથવા વિસ્તારમાંથી આ માહિતી નિહાળતા હો ત્યાં વિકિડેટા પર રહેલી માહિતીને પ્રકાશિત કરવી કદાચ કાયદાનો ભંગ ગણાય. વિકિડેટા પરની તમામ માહિતી યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સ્થિત સર્વર ખાતે જમા છે, અને તેની જાળવણી સ્થાનિક તેમજ સંઘીય કાયદામાં રહેલ છૂટના આધારે થાય છે. ક્દાચ તમારા દેશ અથવા વિસ્તારમાં સરખા પ્રકારની અભિવ્યક્તિ અથવા વિતરણની છૂટ ન હોય. વિકિડેટા કોઈપણ કાયદાના ભંગને ઉત્તેજન નથી આપતું, અને કોઈપણ કાયદાના ભંગ માટે તેને જવાબદાર ન ગણી શકાય, જો તમે અહિં રહેલ માહિતી વાપરો, ફરીથી પ્રકાશિત કરો અથવા નકલ કરો.
વ્યવસાયિક સલાહ નહિ
જો તમારે ચોક્કસ સલાહ (ઉદાહરણ તરીકે, તબીબી, કાયદાકીય, આર્થિક અથવા જોખમ વ્યવસ્થાપન) જોઈતી હોય તો મહેરબાની કરીને કોઈ પરવાના ધારક વ્યવસાયી કે જે તે ક્ષેત્રની માહિતી ધરાવે છે તેની મદદ લો.