________________
ઐતિહાસિક તીર્થ પાવાગઢ-ચાંપાનેર
– શ્રી નમિણરાવ ભીમરાવ
આ જમાનામાં નશીબની વાત કરીએ તે લોકો હશે. પરંતુ નશીબ જેવી વસ્તુ ભૂમિને – સ્થળને – શહેરોને પણ હોય છે. એના પ્રત્યક્ષ પુરાવા ક્યાં નથી મળતા? દક્ષિણના મેટા સામ્રાજ્યના પાટનગર વિજયનગરની આજે શી સ્થિતિ છે ? ફતેહપુર સીકીની શી સ્થિતિ છે? આપણે જ ચાંપાનેરની કેવી સ્થિતિ છે? એથી વિરુદ્ધ મુંબઈ અને મદ્રાસ માછીમારોનાં ગામડાં હતાં, ત્યાં આજે શું છે? અને આપણું અમદાવાદ અમદાવાદના સ્થળે પ્રાચીન સમૃદ્ધ શહેર હતું, એ ખરી વાત છે, પરંતુ એનું સ્થળ કેવું છે ? આઠ લાખની વસ્તીવાળા શહેરને માટે આવી ધૂળિયા જગા, કાપડની મીલના ઉદ્યોગનાં કેન્દ્ર માટે આવી સૂકી જગા, છતાં શહેરની પ્રગતિ થયા જ કરી છે. અને ચાંપાનેર ! જેરા જઈને જુઓ, કેટલી મનહર જગા છે! કવિ અને ચિત્રકારને તે આજે એની નિર્જનતામાં પણ વસવું ગમે. વેપારીઓ પણ એક સમયે વસતા હતા ! એ સ્થળે આજે જંગલ અને
ડાં ઝૂંપડાં ? એ નગરને વસાવવાના અને સમૃદ્ધ કરવાના ઘણા પ્રયાસ નકામા ગયા. કેમ? એ સહજ પ્રશ્ન થાય, એને ન માનવા છતાં “નશીબ” એમ બોલી જવાય. પાવાગઢનું નામ અને વાતો ?
આવા આ સ્થળને માટે પહેલાં કેટલુંક લખાઈ ગયું છે. અહીં એ સ્થળને ઇતિહાસ એક જુદી દષ્ટિથી જોઈએ. ચાંપાનેર અને પાવાગઢનાં નામ શા કારણથી પડ્યાં, ચાંપાનેરને વસાવનાર કોણ, એ માટે સ્પષ્ટ નિર્ણય થાય એવા આધાર મળી શક્યા નથી. આપણી રીત પ્રમાણે પુરાણે એક કારણ આપ્યું છે, તે ઇતિહાસે બીજું કારણ આપ્યું છે અને લેકક્તિએ ત્રીજું કારણ આપ્યું છે. ઇતિહાસની દષ્ટિએ આ કારણે રસમય છે તે જોઈએ.
પાવાગઢ અને ચાંપાનેર – આ બન્ને સ્થળે એકબીજાને અડીને રહેલાં છે. એક પર્વતનું નામ અને બીજુ શહેરનું નામ છે. ગામમાંથી અનેક અર્થ ઉપજાવવાની આપણી એક પુરાણી રીત છે. આપણા પુરાણોએ નિરુક્તિભેદને નામે એવા અર્થ ઉપજાવવાના પ્રયત્ન
- શ્રી આર્ય કલ્યાણગોતમ સ્મૃતિગ્રંથ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org