લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫



ઉકળે અમારાં અંતરો,
આંખે વહે અગ્નિઝરો:
હઠીએ નહીં,
લટીએ નહીં
આ આફતે અમ સિંહનરો !
શું અમે કાળા હિંદીઓ કહેવાઈએ ?
તમ હૃદય કાળાં ચીતરી ક્યમ ગાઈએ ?
અમ આત્મકુંદન અગ્નિ આ બળતાં પ્રતાપ ઝગાવશે,
ઓ બોઅરો ! તમ ઘોર આ ઉરભૂમિને જ ધગાવશે !


વીરા ! મચી શી હોળી આ !
શા સુભટરંગો ચોળી આ
ઉરશક્તિની
વ્રત ભક્તિની
અમ પ્રાણને ઘૂળ રોળી આ !—
વીરા ! અમારા રંગમાં ચીર બોળજો !
વીરા ! અમારા ફાગની ઘૂળ ચોળજો !
ઘેરા ગગનને ફોડતી, પાતાળનાં પડ તોડતી,
આવો, પ્રમત્ત ગજાવીએ રણહોરી જગ ઝંઝેડતી !