હું હુંશી હુંશીલાલ
Appearance
હું હુંશી હુંશીલાલ | |
---|---|
દિગ્દર્શક | સંજીવ શાહ |
લેખક | પરેશ નાયક |
નિર્માતા | સંજીવ શાહ |
કલાકારો |
|
છબીકલા | નવરોઝ કોન્ટ્રાક્ટર |
સંગીત | રજત ધોળકિયા |
નિર્માણ નિર્માણ સંસ્થા | કરનાર પ્રોડક્શન્સ |
રજૂઆત તારીખ | ૧૯૯૨ |
અવધિ | ૧૨૦ મિનિટ્સ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
હું હુંશી હુંશીલાલ (અંગ્રેજી શીર્ષક: Love in the Time of Malaria) ૧૯૯૨ના વર્ષમાં રજૂ થયેલું ગુજરાતી ભાષાનું સંગીતમય રાજકીય કટાક્ષ ધરાવતું સંજીવ શાહ દ્વારા નિર્દેશિત ચલચિત્ર હતું.[૧][૨]
કથા
[ફેરફાર કરો]ખોજપુરી રાજ્યમાં રાજા ભદ્રભૂપ દ્વિતિય (મોહન ગોખલે) મચ્છરોથી (મધ્યમ અને નીચલા વર્ગના પ્રતિનિધિ) નારાજ છે.
એક નાના ગામ ડુંગરીમાં એક ડૉક્ટરને ત્યાં હુંશીનો જન્મ થયો છે. જે મોટો થયા પછી વધુ આદર ધરાવતું નામ હુંશીલાલ (દિલીપ જોશી) નામ રાખે છે. હુંશીલાલ રાણીની લેબોરેટરીમાં કામ કરવા માટે ખોજપુરીમાં આવે છે, જે મચ્છરોનો ત્રાસ હંમેશ માટે નાબૂદ કરવા માટે સ્થપાયેલી હોય છે. ત્યાં હુંશીલાલ સાથી વૈજ્ઞાનિક, પરવીન (રેણુકા શહાણે)ના પ્રેમમાં પડે છે.
પાત્રો
[ફેરફાર કરો]- દિલીપ જોષી - હુંશીલાલ
- રેણુકા શહાણે - પરવીન
- મનોજ જોષી
- મોહન ગોખલે - ખોજપુરીનો રાજા ભદ્રભૂપ દ્વિતિય
- અરવિંદ વૈદ્ય - રાજાનો મદદનીશ
સંગીત
[ફેરફાર કરો]આ ચલચિત્રમાં ૪૫ ગીતો હતા. સંગીતકાર રજત ધોળકિયાએ તેમને બે દિવસમાં સંગીતમય કરેલા.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Hun Hunshi Hunshilal". મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.
- ↑ "'Destroy all traces of red!' Why 'Hun Hunshi Hunshilal' still matters". Scroll.in. ૭ માર્ચ ૨૦૧૬.
- ↑ "જિંગલ્સના જાજરમાન રાજવી". બોમ્બે સમાચાર. મૂળ માંથી 2018-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.