લખાણ પર જાઓ

સીટી પેલેસ, જયપુર

વિકિપીડિયામાંથી
સીટી પેલેસ, જયપુર
જયપુર સીટી પેલેસ સંકુલ, જયપુર
Building
વાસ્તુશૈલિરાજપૂત અને મોગલ વાસ્તુ શૈલિનું સંમિશ્રણ
માળખાકીય સંરચનાલાલ અને ગુલાબી રેતીયા પથ્થર
નગરજયપુર
દેશભારત
ગ્રાહકમહારાજા સવાઈ જયસિંહ-૨
નિર્દેશાંકCoordinates: Unknown argument format
Construction
શરૂઆત૧૭૨૯
પૂર્ણ૧૭૩૨
Design team
વાસ્તુકારવિદ્યાધર ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબ
ચંદ્ર મહેલ ૧૯૦૩માં

સીટી પેલેસ, જયપુર, જેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ અને અન્ય ઈમારતો શામિલ છે,તે ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલ એક મહેલ સંકુલ છે.આ મહેલ રાજપૂત કચવાહા વંશ અને જયપુરના મહારાજાની બેઠક હતી. ચંદ્ર મહેલ હવે એક સંગ્રહાલય છે પણ તેનો એક મોટો ભાગ હજી પણ રાજ નિવાસ તરીકે જ વપરાય છે. આ મહેલ સંકુલ જે જયપુરના ઈશાન ભાગમાં છે, તે ખૂબ જ સુંદર આંગણાંઓની હાર, બગીચા અને ઈમારતો થી શોભાયમાન છે. આ મહેલને શરૂઆતમાં ૧૭૨૯ અને ૧૭૩૨ની વચ્ચે આમેરના રાજા સવાઈ જયસિંહ દ્વારા બાંધવામાં આવ્યું હતું. તેમણે આ મહેલની સીમા નિશ્ચિત કરી અને બાહ્ય દિવાલ બંધાવી. ત્યાર બાદના રાજાઓ તેમાં ૨૦મી સદી સુધી સુધારો વધારો કરતા રહ્યાં. આ નગરની રચના અને યોજના બનાવવાનો શ્રેય રાજ દરબારના રાજ વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબને જાય છે આ સિવાય મહારાજા સવાઈ જયસિંહ પણ વાસ્તુકળામાં ખૂબ જિજ્ઞાસા ધરાવતાં હતાં તેમનો પણ ઘનો ફાળો હતો. આ વાસ્તુકારોએ ભારતીય વાસ્તુકળાનું શિલ્પ શાસ્ત્રૢ મોગલ શૈલિ અને યુરોપીયન શૈલિના સંગમ કરી નવી કૃતિ વિકસાવી..[][][][][]


ઇતિહાસ

[ફેરફાર કરો]
સીટી પેલેસ

આ મહેલ સંકુલ જયપુરના કેંદ્રવર્તી ભાગના ઈશાન ખૂણામાં આવેલ છે, મહેલની ભૂમિ પહેલા આમેરના કિલ્લાની દક્ષિણે આવેલ રાજાઓને રાજ આખેટનું ક્ષેત્ર હતું જે ટેકરીઓથી ઘેરાયેલું હતું. આ મહેલનો ઇતિહાસ જયપુર શહેરના ઇતિહાસ અને તેના શાસકના ઇતિહાસ સાથે નજીકથી જોડાયેલ છે, જે મહારાજા સવાઈ જયસિંહ-૨ જેમણે ૧૬૯૯-૧૭૪૪ સુધી શાસન કર્યું.બાહરી દિવાલના બાંધકામ સાથે મોટા ક્ષેત્રમાં ફેલાયેલા સીટી સંકુલના બાંધકામનું કામ શરૂ કરવાનું શ્રેય તેમને જાય છે. શરૂઆતમાં, તેમણે તેમની રાજધાની આમેરથી રાજ ચલાવ્યું, જે જયપુરથી ૧૧ કિમી દૂર છે. તેમણે વધતાં વસતિ વધારા અને પાણીની ઓછપને કારણે રાજધાનીને ૧૭૨૭ માં જયપુર ખસેડી. તેમણે જયપુર શહેરને મોટા માર્ગોથી વિભાજીત છ વિભાગોમાં વહેંચ્યું,આ રચના વાસ્તુશાસ્ત્ર અને તેના સમાન અન્ય પરંપરાગત રચનાઓ ઉપર આધારિત હતી જેના આધારે વિદ્યાધર ભટ્ટાચાર્ય, જે પહેલા આમેરના ખજાનચીના કારકૂન હતાં અને પાછળથી રાજ વાસ્તુકાર ના પદે પ્રગતિ પામ્યાં તેમણે આ રચના કરાવી.[][][][]

૧૭૪૪માં જયસિંહના મૃત્યુ પછી રાજપૂત રાજાઓ વચ્ચે આંતરિક યુદ્ધો ફાટી નીકળ્યાં પણ તેમના અંગ્રેજો સાથેના સંબંધો મીઠા રહ્યાં. મહારાજા રામસિંહ એ ૧૮૫૭ના રાષ્ટ્રીય ઉત્થાનમાં અંગ્રેજોનો સાથ આપ્યો અને તેમની સાથે તેમની બેઠક થઈ ગઈ. જયપૂરનીબધી અને સ્મારકોને ગુલાબી રંગે રંગવાનો શ્રેય આમના માથે જાય છે અને જયપુરને ગુલાબી શહેર તરીકે ની ઓળખ આને આભારી છે. શહેરની ઈમારતો ની રંગ પદ્ધતિને બદલવાનો આ પ્રયોગ પ્રિંસ ઓફ વેલ્સના (જે પાછળથી રાજા એડવર્ડ-૭ બન્યાં) સન્માનમાં કરાયો હતો. આ રંગ પદ્ધતિ તે સમયથી જયપુર શહેરની એક ઓળકહ બની ગઈ છે.[]

માન સિંહ-૨, જેઓ મહારાજા માધવસિંહના દત્તક પુત્ર હતાં, તેઓ જયપુરના અંતિમ રાજા હતાં જેમણે ચંદ્ર મહેલ થી રાજ ચલાવ્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૯ ના બિકાનેર અને જેસલમેર સાથે જયપુર રાજ્યનું ભારતમાં વિલિનીકરણ થયું પણ આ મહેલ રાજ પરિવારનું નિવાસ સ્થાન બન્યું રહ્યું. જયપુર ભારતના રાજસ્થાનની રાજધાની બન્યું. રાજા માનસિંહ-૨ તેમના જ રાજ્યના રાજપ્રમુખ (ગવર્નર) બન્યાં. પાછળથી તેઓ સ્પેનમાં ભારતના રાજદૂત બન્યાં.[]

સ્થાપત્યો

[ફેરફાર કરો]

મહેલ સંજુલ જયપુરના કેન્દ્ર ઈશાન ભાગમાં આવેલું છે, જેને પહોળા રસ્તા સાથે જાળી આકારમાં આયોજિત કરાયું છે.આ એક અનોખું અને ઘણાં મહેલોૢ શામિયાણાૢ ઉદ્યાનો અને મંદિરો સહીત નું સુંદર સંકુલ છે. આ સંકુલના સૌથી પ્રખ્યાત અને મુલાકાત લેવાતા સ્થળો છે ચન્દ્ર મહેલ, મુબારક મહેલ, મુકુટ મહેલ, મહારાણીનો મહેલ, શ્રી ગોવિંદજી મંદિર અને સીટી પેલેસ મ્યુઝીયમ.

પ્રવેશ દ્વારો

[ફેરફાર કરો]
પ્રવેશ કમાન

વિરેન્દ્ર પોળ, ઉડાઈ પોળ (જાલેબ ચોક નજીક) અને ત્રીપોળીયા દ્વાર (ત્રીદ્વાર) આ સીટી પેલેસના પ્રવેશ દ્વાર છે. ત્રીપોળીયા ગેટ આ મહેલમાં રાજ પરિવારના પ્રવેશ માટે અનામત છે. સામાન્ય પ્રજા અને પ્રવાસીઓ આ સંકુલમાં માત્ર વીરેંદ્ર પોળ ઉદાઈ પોળ (કે આતિશ પોળ કે તબેલા દ્વાર)માંથી જ આવી શકે છે. વીરેન્દ્ર પોળમાંથી થતો પ્રવેશ મુબારક મહેઅલ તરફ દોરે છે. આ દરેક પ્રવેશ સુંદર રીતે સજાવેલા છે.[][]

મુબારક મહેલ

[ફેરફાર કરો]
મુબારક મહેલ

મુબારક મહેલ, અર્થાત ‘શુકનવંતો મહેલ’,ને મહારાજા માધવ સિંહ દ્વારા ૧૨૯મી સદીમાં મહેમાનના સ્વાગત માટે બનાવાયું હતું. આ મહેલની વાસ્તુ રાજપૂતૢ ઈસ્લામીકૢ અને યુરોપીય શૈલિના મિલન સમાન છે. આ એક સંગ્રહાલય છે; સવાઈ માન સિંહ મ્યુઝીયમ ના રૂપે તે રાજ પરિવારના પરંપરાગત વસ્ત્રોનો ભંડાર, સંગાનેર(રી) બ્લોક પ્રિંટ, ભરતકામની શાલ, કાશ્મીર(રી) પશ્મીના અને સીલ્ક સાડીઓ નો એક વિશાળ ભંડાર છે અહીં ના પ્રદર્શનની સૌથી ધ્યાન આકર્ષિત કરનાર વસ્તુ છે સવાઈ માધવ સિંહના ૧.૨મી પહોળા વસ્ત્રોૢ કહે છે કે તેમનું વજન ૨૫૦ કિલો હતું અને તેમને ૧૦૮ પત્નીઓ હતી.[][][]

ચંદ્ર મહેલ

[ફેરફાર કરો]
ચંદ્ર મહેલ- તેની ટોચમાં રાજ પરિવારનો ધ્વજ દેખાય છે.

ચંદ્ર મહેલ અથવા ચંદ્ર નિવાસ આ મહેલ સંકુલની સૌથી દમદાર ઈમારત છે અને તે સંકુલના પશ્ચિમ ભાગમં આવેલી છે. આ સાત માળની ઈમારત છે અને દરેક માળને અલગ અલગ નામ આપવામાં આવ્યાં છે જેમકે - સુખ નિવાસૢ રંગ મંદિર, પીતમ-નિવાસ, ચાબી-નિવાસ, શ્રી-નિવાસ અને મુકુટ-મંદિર કે મુકુટ મહેલ. આની અંદર ઘણી અનૂઠા ચિત્રો, દીવાલ પરનઆરીસા કામ અને ફૂલબુટ્ટાની કારીગિરી છે. હાલમાં,આ મ્અહેલનો મોટો ભાગ જયપુરના મહારાજાના વારસદારોનું રહેણાંક છે. આ મહેલનો માત્ર પહેલો માળજ પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લો છે જ્યાં રાજ પરિવારની વસ્તુઓ જેમકે કાલિનૢ તાડપત્રો આદિ પ્રદર્શિત છે. આ મહેલના દરવાજા પર સુંદર મયૂર દ્વાર છે. આની જાળીદાર ઝરોખા છે અને અગાશી પર શામિયાણું છે જ્યાંથી શહેરનું મનોરમ્ય દ્રશ્ય જોઈ શકાય છે. આ મહેલને સુંદર બગિચાઓ ફુવારાઓ અને શણગારેલા તળાવની સામે બંધાયો છે.[][][][][૧૦]

આ મહેલની ટોચ પર રાજ પરિવારનો ધ્વજ ફરકે છે. જે મહેલમાં રાજા હાજર હોય ત્યારે ફરકતો રખાય છે. આ એક સવા માપનો ધ્વજ છે. જ્યારે રાજા મહેલમાં ન હોય ત્યારે મહેલ પર રાણીનો ધ્વજ ફરકે છે.[૧૧]

ડાબે:ચંદ્ર મહેલ -૧૮૮૫ જમણે: ચંદ્ર મહેલ હમણાં

જયપુરના રાજાના સવાયા ધ્વજ વિષે પણ એક રોચક લોકવાયકા છે. ઔરંગઝેબ કે જેણે જયસિંહના લગ્નમાં હાજરી આપી, અને તેમણે વર સાથે હાથ મિલાવ્યાંઅને તેમને સુખી લગ્ન જીવનની શુભકામના આપી. આ સ્થળે, જયસિંહે ટકોર કરી કે જે રીતે બાદશાહે તેની સાથે હાથ મિલાવ્યાં તે હિસાબે તેની અને તેના રાજ્યની રક્ષણ કરવાની ફરજ હવે ઔરંગઝેબની છે.ઔરંગઝેબ, આ ગુસ્તાખી પર નારાઝ થવાથી વિપરીત,ઔરંગઝેબ પ્રસન્ન થયો અને જય સિંહને “સવાઈ” નો ખિતાબ આપ્યો. તે સમયથી અહીંના રાજાઓએ તેમના નામની આગળ સવાઈ લગાડવાનું શરૂ કર્યું. તે સમય દરમ્યાન, તેઓ હમેંશા સવાના માપનો ધ્વજ લહેરાવતાં.[]

આજ મહેલ સાથે એક દુઃખદ ઘટના પણ જોડાયેલી છે. ઈશ્વરી સિંહ, જયસિંહનો પુત્રૢ જે ચઢાઈ કરતી મરાઠા સેનાનો સામનો કરવાઅ માંગતો ન હતો તેણે આ મહેલમાં સર્પ દંશ ગ્રહણ કરી આત્મ હત્યા કરી. ત્યાર બાદ, તેની ૨૧ પત્નીઓ અને રખાતોએ પણ સતી કે જૌહર પ્રથા અનુસાર સતી થઈ.[૧૨]

પીતમ નિવાસ ચોક

[ફેરફાર કરો]
ડાબે:પીતમ નિવાસ દ્વાર, જમણે: મયૂર દ્વાર

આ એક આંતરિક આંગણું છેૢ જે ચંદ્ર મહેલ સુધી લઈ જાય છે. અહીં, ચાર નાનકડા દ્વાર છે (રિદ્ધી સિદ્ધી પોળ) જે ચાર ઋતુઓને દર્શાવે છે. જે મયૂર દ્વાર (મયૂરની ડિઝાઈન વાળો) છે તે શરદ ઋતુ બતાવે છે; કમળ દ્વાર (જે સળંગ કમળ અને તેની પાંખડીના આકારે છે)તે ઉનાળો બતાવે છે;લીલો દ્વાર, જેને લેહરીયા દ્વાર પણ કહે છે , જે લીલા રંગનો છે ત વસંત દર્શાવે છે, અને છેવટે, ગુલાબ દ્વાર વસંત ઋતુ દર્શાવે છે.[૧૧]


દિવાન-એ-ખાસ

[ફેરફાર કરો]
દિવાન-એ-ખાસ
ડાબે: દિવાન-એ-ખાસ, જમણે: ચાંદીનો ઘડો

દિવાન-એ-ખાસ મહરાજનો ખાનગી મસલમત માટેનો મંત્રણા કક્ષ હતો જે આરસથી મઢેલો હતો. આ શસ્ત્રાગાર અને કલા ખંડની વચ્ચે આવેલો છે. અહીં ચાંદીના મહા પ્આત્રો પ્રદર્શનમાં મુકાયા છે તેમની ઊંચાઈ ૧.૬ મી અને વજન ૩૪૦ કિલો છે જેની ક્ષમતા ૪૦૦૦ લિટરની છે. આમને કોઈપણ રેણ કસર કર્યાં વગર ૧૪૦૦૦ ચાંદીના સિક્કામાંથી બનાવાયા છે. આ મહા ગાગરને વિશ્વમાં ચાંદીના સૌથી મોટા વાસણ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ્ માં સ્થાન છે.[૧૩] આ વિશાળ ઘડા મહારાજા સવાઈ માધવ સિંહે-૨ એડવર્ડ-૭માના રાજ્યાભિષેકમાં ભાગલેવા જતાં પોતાની ઈંગ્લેંડ યાત્રા માટે બનાવડાવ્યાં હતાં જેમાં તેઓ ગંગા જળ ભરીને લઈ ગયાં હતાં. સવાઈ માધવ સિંહ પ્રખર હિંદુ હતાં અને અને અંગ્રેજી પાણી પીને તેઓ પાપના ભાગી બનશે એવું તેઓ માનતા હતાં. માટે , આ ઘડાઓને ગંગાંજલી કહેવાતાં. અહીંની છત પરથી ઘણાં ઝુમ્મર લટકે જે સામાન્ય રીતે ધૂળથે બચાવવા પ્લાસ્ટીકથી ઢંકાયેલા હોય છે. ખાસ અવસરે તેને ખુલ્લા મુકાય છે.[][][][૧૧][૧૪]

દિવાન-એ-આમ

[ફેરફાર કરો]
દિવાન-એ-આમ

' દિવાન-એ-આમ' અથવા 'સામાન્ય લોકોનો કક્ષ' એક આકર્ષક ખંડ છે, જેની છત લાલ અને સોનેરી રંગે રંગેલી છે, જે આજે પણ આકર્ષક દેખાય છે. આ મુબારક મહેલના પ્રાંગણાંનું મુખ્ય આકર્ષણ છે. આ કક્ષ, હવે એક કળા ખંડની જેમ ઉપયોગમાં લેવાય છે,જેમાં અલૌકીક લઘુચિત્રો ( રાજસ્થાની, મોગલ અને પર્શિયન શૈલિના), પ્રાચીન લખાણો, ભરત કરેલ ગોદડી, કાશ્મીરી શાલ અને કાલિન પ્રદર્શિત કરાયેલ છે. આની છત ખૂબ વૈભવીરીતે શણગારેલી છે. આ સાથે આમાં સોનાનું સિંહાસન છે (જેને તખ્ત-એ-રાવલ કહે છે) જન સભા વખતે રાજા આના ઉપર બેસતાં. રાજા જ્યારે મહેલની બહાર જતાં ત્યારે આને યાતો હાથી પર લઈ જવાતા અથવા તેમના સેવકો તેને ઉપાડતાં. આના પ્રવેશ દ્વાર પર આરસની એક જ શિલામાંથી કોતરેલ હાથી પ્રદર્શિત છે.[][][][૧૪]


મહારાણી મહેલ

[ફેરફાર કરો]

મહારાણીનો મહેલ શરૂઆતમાં રાજરાણીઓનો મહેલ હતો. હવે તેને સંગ્રહાલયમાં ફેરેવી દેવાયો છે જેમાં લડાઈ આદિમાં વપરાતાં શસ્ત્રો બતાવાયા છે અમુક તો તેમાંના ૧૫મી સદી જેટલાં જૂનાં છે. આની છત પર અનોખી ચિત્રકારી છે, જેને અર્ધમૂલ્યવાન રત્નોની ભસ્મમાંથી બનાવેલી છે. આહીં બતાવાયેલ શસ્ત્રોમાં ખાસ છે કાતરી-કટાર, આની ખાસિયત એ છે કે તે દુશ્મનને વાગતા તો વાગી જાય છે પણ તેને બહાર ખેંચો તો તે અંદરના અવયવોને બહાર ખેંચી કાઢે છે. અન્ય હથિયાર છે લીસ્તોલ જડીત તલવાર, રાણી વિક્ટોરિયા દ્વારા મહારાજા સવાઈ રામસિંહને(૧૮૩૫-૮૦) ભેંટ અપાયેલી રત્ન જડીત તલવાર, બંકોડાના આકારની બંદૂક એક નાનકડી તોપ જેને ઊંટ પર કે અન્ય પ્રાણીની પીઠપર લઈ જઈ શકાતી ઈત્યાદિ.[][][][]

બગ્ગી ખાના

[ફેરફાર કરો]

બગ્ગી ખાના એ આ મહેલ સંકુલમાં આઅવેલું એક સંગ્રહાલય છે જેમાં પ્રાચીન યુગના વાહનો ને સાચવી રખાયાં છે, જેમકે પાલખીઓ અને યુરોપીયન કેબ જેને ભારતીય વાતાવરણ અનુસાર બગ્ગીમાં રૂપાંતરીત કરાઈ વિગેરે. આમાં સૌથી ધાનાકર્ષક વિક્ટોરિયા બગ્ગી છે જેને પ્રિંસ ઑફ વેલ્સએ મહારાજાને ૧૮૭૬માં ભેંટ આપી હતી. આ સાથે અહીં Also on display here are the મહાડોલપણ પ્રદર્શિત છે- આ એક પાલખી છે જેને એક માત્ર વાંસના હાથાથી ઉપાડાતી, એક રથ છે જેનો ઉપયોગ તહેવારોના દિવસે હિંદુ દેવી દેવતાની યાત્રા સરઘસમાં વપરાતો.[]

ગોવિંદ દેવ જી મંદિર

[ફેરફાર કરો]

ગોવિંદજી મંદિર,અથવા ગોવિંદ દેવજી મંદિર એ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે, તે આ સંકુલનો એક ભાગ છે. આને ૧૮મી સદીમાં દીવાલની બહાર ઉદ્યાનની વચ્ચે બાંધવામાં આવ્યો હતો. આમાં ભારતીય કળાના ચિત્રો અને યુરોપીયન ઝુમ્મરો લાગેલા છે. આ મંદિરની છત સોનાથી શણગારેલી છે. આ મદિરનું સ્થાન એવું છે કે જેને રાજા કંદ્ર મહેલમાંથી સીધું જ જોઈ શકે. આ ભગવાનની આરતી દિવસ દરમ્યાન સાત વખત થાય છે.[][][૧૧]

પ્રવાસી માહિતી

[ફેરફાર કરો]

આ મહેલ સંકુલ જયપુરના હાર્દમાં આવેલું છે જે જયપુરના કેંદ્રથી થોડું ઈશાન તરફ છે.જયપુર રસ્તાૢ રેલ્વે અને હવાઈમાર્ગો દ્વારા ભારતના અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્ર.૮ જે દીલ્હી ને મુંબઈસાથે જોડે છે, અને ક્ર.૧૧ જે બિકાનેર ને આગ્રા, સાથે જોડે છે તે આ શહેરમાંથી પસાર થાય છે. જયપુર રેલ્વે દ્વારા ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. જયપુર બ્રોડગેજ અને મીટરગેજ એમ બે પ્଑રકારની રેલ્વે લાઈન પર આવેલું સ્ટેશન છે. બ્રોડ ગેજ દ્વારા તે ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે અને મીટર ગેજ રેલ્વે દ્વારા શ્રી ગંગાનગર, ચુરુ અને સીકર સાતેહ જોડાયેલ છે. ભારતની પ્રખ્યાત એશો આરામ રેલ્વે,પેલેસ ઓન વ્હીલ્સ દીલ્હી પછી જયપુરમાં રોકાય છે.[૧૫]

જયપુર હવાઈ માર્ગે જોધપુર, ઉદયપુર, ઔરંગાબાદ, દીલ્હી, હૈદ્રાબાદ, કોલકત્તા, ગોવા, ચેન્નઈ, અમદાવાદ, ઇંદોર, બેંગલોર,મુંબઈ, સૂરત અને રાયપુર, લખનૌ, ગોરખપુર સાથે જોડાયેલ છે. જયપુર અંતરરાષ્ટ્રીય હવાઈ મથક મસ્કત, શારજહા, બેંગકોક અને દુબઈ સાથે જોડાયેલ છે.


સીટી પેલેસ પ્રવાસીઓ માટે સોમથી શનિવારની વચ્ચે ૧૦ થી ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશ ફી ૧૫૦/૮૦ રૂ અને ભારતીય નાગરિકોમાટે પ્રવેશ ફી ૩૫/૨૦ રૂ છે.[]

ચિત્રમાલા

[ફેરફાર કરો]
  1. Brown, Lindsay (2008). Rajasthan, Delhi and Agra. Jaipur. Lonely Planet. પૃષ્ઠ 151–158. ISBN 1741046904. મેળવેલ 2009-12-10. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Marshall Cavendish Coropration (2007). World and Its Peoples: Eastern and Southern Asia. Jaipur. Marshall Cavendish. પૃષ્ઠ 444. ISBN 0761476318. મેળવેલ 2009-12-11.
  3. ૩.૦ ૩.૧ "Palace of Maharajah, Jeypore, Rajpootana". British Libraray Online Gallery. મૂળ માંથી 2012-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-11.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ "City Palace Jaipur". મેળવેલ 2009-12-10.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ "City Palace Jaipur". મેળવેલ 2009-12-10.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Brown p.149
  7. Brown p.163
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ Bindolass, Joe (2007). India. City Palace. Lonely Planet. પૃષ્ઠ 169–170. ISBN 1741043085. મેળવેલ 2009-12-10. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ)
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ Brown p.150
  10. Brown p.151
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Brown p.156
  12. Brown p.158
  13. "City Palace". New York Times. મેળવેલ 2009-12-11.
  14. ૧૪.૦ ૧૪.૧ Matane, Paulias (2004). India: a splendour in cultural diversity. City Palace. Anmol Publications Pvt. Ltd. પૃષ્ઠ 55-56. ISBN 8126118377. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ); More than one of |pages= and |page= specified (મદદ)
  15. "Jaipur Hub". મૂળ માંથી 2006-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-20.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]