મહેંદી નવાઝ જંગ
Appearance
મહેંદી નવાઝ જંગ | |
---|---|
જન્મ | ૨૩ મે ૧૮૯૪ Haidrabad |
મૃત્યુ | ૨૮ જૂન ૧૯૬૭ હૈદરાબાદ |
મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૪ મે, ૧૮૯૪ના દિવસે હૈદરાબાદ ખાતે થયો હતો અને અવસાન ૨૮ જૂન, ૧૯૬૭ના દિવસે હૈદરાબાદ ખાતે થયુ હતું. તેમણે હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી. ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ હતી.
પુરસ્કારો
[ફેરફાર કરો]ઈ.સ. ૧૯૬૫માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્મારકો
[ફેરફાર કરો]અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સભાખંડનું નામ તેમના ઉપરથી મહેંદી નવાઝ જંગ હોલ આપવામાં આવ્યું છે.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |