પ્રાગ મહેલ
Coordinates: 23°15′17″N 69°40′06″E / 23.25479°N 69.66833°E
પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી.[૧][૨]. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલીમાં કરવામાં આવી હતી[૩]. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા.[૨] આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું.[૪] મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો[૨] અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું.[૧][૫][૬] સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં.[૭]
વિશેષતાઓ
[ફેરફાર કરો]- મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે[૮]
- દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે [૯]
- કોરીન્થીયન થાંભલા [૧]
- યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ [૧]
- મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે[૩]
ચલચિત્રોમાં
[ફેરફાર કરો]હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.[૨][૯]
આજની સ્થિતિ
[ફેરફાર કરો]૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું.[૧૦][૧૧] ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં.[૨] આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે.[૯]
આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.[૩][૧] અમિતાભ બચ્ચને મહેલના પુન:નિર્માણમાં અંગત રસ લીધો હતો અને મહેલનો કેટલોક ભાગ સમારકામ કરવામાં આવ્યો છે.[૧૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "All about Gujarat: Palaces" સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન. Gujarat State Portal.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Haresh Pandya. "Burglars targetting Gujarat palaces". Rediff.com (September 04, 2006)
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "પ્રાગ મહેલ" સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન. ગુજરાત પ્રવાસન.
- ↑ K. S. Dilipsinh. Kutch in festival and custom. Har-Anand Publications (2004), p. 81. ISBN 9788124109984.
- ↑ K. S. Dilipsinh. Kutch in festival and custom. Har-Anand Publications (2004), p. 22. ISBN 9788124109984.
- ↑ Gazetteer of the Bombay Presidency, vol. 5. Government Central Press (1880), p. 254.
- ↑ This palace was built for Rao Pragmalji II (1860-75) by the British architects and the Kutchi builders
- ↑ Jane Yang. Let's Go India & Nepal. Let's Go (2003), pp. 218-19. ISBN 9780312320065.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ Joe Bindloss & Sarina Singh. India. Lonely Planet (2007), p. 760. ISBN 9781741043082.
- ↑ Rabindra Seth. Tourism In India: An Overview, vol. 2. Gyan Publishing House (2005), p. 173. ISBN 9788178353289.
- ↑ S.K. Agrawal. "Seismic rehabilitation of heritage buildings in India - problems and prospects". Structural Analysis of Historical Constructions (Claudio Modena, Paulo B. Lourenc̦o & P. Roca, eds.). Taylor & Francis (2004), p. 5. ISBN 9780415363792.
- ↑ PTI (21 June 2010). "Prag Mahal to be renovated on Amitabh Bachchan's suggestion". DNA India. મેળવેલ 29 December 2018.