ધ્રાંગધ્રા રજવાડું
Appearance
ધ્રાંગધ્રા રજવાડું ધ્રાંગધ્રા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૭૪૨–૧૯૪૮ | |||||||
સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૮૯૨ | 3,023 km2 (1,167 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૮૯૨ | 100000 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૪૨ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આજની સ્થિતિ | ભારત | ||||||
ભારતનાં રજવાડાંઓ |
ધ્રાંગધ્રા રજવાડું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હતું. આ રજવાડું હળવદ-ધ્રાંગધ્રા રજવાડું પણ કહેવાતું હતું કારણ કે એક સમયે હળવદ રાજધાની રહેલું.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]ઝાલાવાડ રાજ્યની સ્થાપના ૧૦૯૦માં થઇ હતી. ઇસ ૧૭૪૨માં ધ્રાંગધ્રા નવી રાજધાની રૂપે સ્થપાયું અને રાજ્યનું નામ બદલાયું. અગાઉના નામો કુવા અને હળવદ હતા તેમજ રાજ્ય હળવદ-ધ્રાંગધ્રા નામે પણ ઓળખાતું. ધ્રાંગધ્રા પર ઝાલા વંશના રાજપૂતોએ શાસન કરેલું.[૨] તેઓ 'રાજ સાહેબ' ખિતાબ ધારણ કરતાં.[૩]
શાસકો
[ફેરફાર કરો]રાજ સાહેબ
[ફેરફાર કરો]- ૧૬૭૨ - ૧૭૧૮ જસવંતસિંહજી પ્રથમ ગજસિંહજી (મૃ. ૧૭૧૮)
- ૧૭૧૮ - ૧૭૩૦ પ્રતાપસિંહજી જસવંતસિંહજી (મૃ. ૧૭૩૦)
- ૧૭૩૦ - ૧૭૪૫ રાયસિંહજી દ્વિતિય પ્રતાપસિંહજી (મૃ. ૧૭૪૫)
- ૧૭૪૫ - ૧૭૮૨ ગજસિંહજી દ્વિતિય રાયસિંહજી (મૃ. ૧૭૮૨)
- ૧૭૮૨ - ૧૮૦૧ જસવંતસિંહજી દ્વિતિય ગજસિંહજી (જ. ૧૭.. - મૃ. ૧૮૦૧) (હળવદના વિરોધમાં ૧૭૫૮થી)
- ૧૭૫૮ - ૧૭૮૨ રાણીજી જિજિબાઇ કુંવરબા - ગાદી સાચવણી (જસવંતસિંહજી દ્વિતિય માટે; હળવદના વિરોધમાં)
- ૧૮૦૧ - ૧૮૦૪ રાયસિંહજી તૃતિય જસવંતસિંહજી (જ. ૧૭૬૧ - મૃ. ૧૮૦૪)
- ૧૮૦૪ - ૯ એપ્રિલ ૧૮૪૩ અમરસિંહજી દ્વિતિય રાયસિંહજી (જ. ૧૭૮૨ - મૃ. ૧૮૪૩)
- ૯ એપ્રિલ ૧૮૪૩ – ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ રણમલસિંહજી અમરસિંહજી (જ. ૧૮૦૯ - મૃ. ૧૮૬૯) (૨૪ મે ૧૮૬૬ થી, સર રણમલસિંહજી અમરસિંહજી)
- ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ - ૨ ડિસેમ્બર ૧૯૦૦ માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી (જ. ૧૮૩૭ - મૃ. ૧૯૦૦) (૧ જાન્યુઆરી ૧૮૭૭ થી, સર માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી)
- ૨ ડિસેમ્બર ૧૯૦૦ - ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ અજીતસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૭૨ - મૃ. ૧૯૧૧) (૧ જાન્યુઆરી ૧૯૦૯ થી, સર અજીતસિંહજી જસવંતસિંહજી)
- ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ - ૧ જાન્યુઆરી ૧૯૧૮ ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (જ. ૧૮૮૯ - મૃ. ૧૯૪૨) (૧ જાન્યુઆરી ૧૯૧૭ થી, સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી)
મહારાજા શ્રી રાજ સાહેબ
[ફેરફાર કરો]- ૧ જાન્યુઆરી ૧૯૧૮ - ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (સ.અ.)
- ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મયુરધ્વજસિંહજી મેઘરાજજી તૃતિય (જ. ૧૯૨૩ - મૃ. ૨૦૧૦)
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ [૧] Surendranagar India.
- ↑ Rajput Provinces of India - Dhrangadhra State (Princely State)
- ↑ States before 1947