ધરો
ધરો | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | સપુષ્પી |
(unranked): | એકદળી |
Order: | પોએલ્સ |
Family: | પોએસી |
Genus: | સાયનોડોન (Cynodon) |
Species: | ડેક્ટિલોન (dactylon) |
દ્વિનામી નામ | |
સાયનોડોન ડેક્ટિલોન (Cynodon dactylon) લિનિયસ (L.) ક્રિશ્ચિયન હેન્ડ્રિક પર્સુન (Pers.)
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૧] | |
List
|
ધરો, ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન[૨] અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.[૩] ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે. મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે. વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય.
ચિત્ર ઝલક
[ફેરફાર કરો]-
જમીન પર પથરાયેલું ધરો કે દૂર્વાનું ઘાસ
-
શ્રીલંકાના પેરાડેનિયા ખાતે આવેલા રોયલ બોટનિકલ ગાર્ડન્સમાં ઉગાડેલું ધરો/દૂર્વા ઘાસ
-
અમેરિકાના હવાઇ ટાપુઓ પર ઉગેલો ધરો
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Plant List: A Working List of All Plant Species". મૂળ માંથી 2023-03-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-26.
- ↑ "તાજગી અને પ્રફુલ્લતાનું પ્રતિક છે દુર્વા". દિવ્ય ભાસ્કર. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ". દિવ્ય ભાસ્કર. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |