ડુંગરડા
ડુંગરડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
તાલુકો | વઘઇ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય ( ૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | નાગલી, અડદ, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા બોલી |
ડુંગરડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ અંબિકા નદીને કિનારે આવેલું છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગનું નાકું, વન વિભાગના કર્મચારીઓના રહેઠાણો અને ઇમારતી લાકડાંનો ડેપો પણ આવેલ છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
વાહન વ્યવહાર
[ફેરફાર કરો]આ ગામ સડક માર્ગ દ્વારા વઘઇ તેમ જ વ્યારા સાથે જોડાયેલું છે. આ ઉપરાંત ડુંગરડા બીલીમોરા-વઘઇ વચ્ચે દોડતી સરા લાઇનના નામે જાણીતી નેરોગેજ રેલ્વેનું એક સ્ટેશન છે.