લખાણ પર જાઓ

ચર્ચા:પ્રસ્તુત લેખ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રસ્તુત લેખમાં શું આવી શકે

[ફેરફાર કરો]

??? પ્રસ્તુત લેખમાં શું આવી શકે? મારા ખ્યાલથી આ લેખની ઉપયોગીતા વિશે થોડું લખીયે તો ઠીક રહેશે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૧૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

સાચી વાત છે, એ પાનું તો વેન્ડલાઇઝ થયેલું છે, હું અત્યારે જ તે વેન્ડલિઝમને રિવર્ટ કરૂં છું,ને થોડી માહિતી પણ મુકવાનો પ્રયત્ન કરૂં છું, પરંતુ આપ તેને વધુ મઠારશો તો યોગ્ય રહેશે. ઉપરાંત કેમકે તેની લિંક સીધી મુખપૃષ્ઠ પરથી છે, હું તેને સુરક્ષિત પણ કરવા માંગું છું, કેમકે નહીતર ભાંગફોડીયાપ્રવૃત્તિનું તે પાનું વખતો વખત શિકાર બનતું રહેશે. આપનું શું કહેવું છે?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
જરુર હું યથાશકિત અને યથામતિ યોગદાન આપવા પ્રયત્ન કરીશ. આ પાના પર ખાસ ધ્યાન આપવા જેવું લાગ્યું કારણ કે તે મુખપૃષ્ઠ પર છે. અને હા તેને લોક કરવાનો વિચાર ખોટો નથી. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૨:૨૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ચાર્લી ચૅપ્લિન અને ચા આ બે લેખ મઠારીયે તો પ્રસ્તુત લેખમાં આવી શકે. આપનો સુજાવ આપશો પછી ઊડાણપૂર્વક મઠારીયે. ખાસ તો જોડણીઓ માં મદદની આવશ્યકતા રહેશે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૫૧, ૧૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંતભાઇ નો દ્રાક્ષ પરનો લેખ પણ પ્રસ્તુત ગણી શકાય... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૩૬, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

જો કે ત્રણે સુજાવ સારા જ છે, (આગળ અન્ય પણ ઘણાં લેખ આપણને મળશે) પરંતુ ’ચાર્લી ચૅપ્લિન’ અને ’ચા’માં લાલ કડીઓ વધુ છે. ઉપરાંત તેને જરા વધુ મઠારવા પડશે. (જો કે આપણે તેને પણ મઠારવા ચાલુ કરીએ, અને લાઈનમાં ઊભા રાખી દઈએ) હાલ "દ્રાક્ષ" લેખ લગભગ થોડી જ મહેનતે ’પ્રસ્તુત લેખ’નું સ્થાન લઈ શકે તેમ છે. તેને જોડણી વગેરે બાબતે જરૂરી ફેરફાર કરવાનો ચાલુ કરી દઉં. સૌને યોગ્ય જણાય તો પ્રસ્તુત લેખ તરીકે મુકશોજી. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૫૪, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, દ્રાક્ષ નો લેખ ઓછી મહેનતે જ તૈયાર થાય એમ છે. ચા અને ચાર્લી ચિપ્લિન માં માહિતી પુરતા પ્રમાણ માં ઉપલબ્ધ છે ફક્ત થોડી કડિઓ અને ભાષાની દ્રષ્ટિએ ફેરફાર થી સરસ થઈ જશે... જોઇયે અન્ય સભ્યોનો મત શું છે... આપે તુંરંત કામ હાથમાં લીધું તે બદલ આભાર.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૫૨, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ચાર્લી ચૅપ્લિનમાં વધારે કામ કરવાની જરૂર છે. ચા પર કામ કરવાનું શરૂ કરતા ખબર પડી કે તેની ભાષામાં ઘણો સુધારો કરવો પડે તેમ છે. પણ હા, અઘરૂં કશું નથી. એ જ રીતે દ્રાક્ષમાં પણ ભાષાકીય ફેરફારોની આવશ્યકતા છે, જે અશોકભાઈએ હાથ પર લીધું છે. આમ દ્રાક્ષને મઠારીને પહેલા તેને પ્રસ્તુત લેખ બનાવીએ તો યોગ્ય રહેશે. બાકીના બેને લાઈનમાં ઊભા રાખીએ, એક પછી એક તેમનો વારો લાવીએ?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૪, ૨૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઉત્તમ... આપ બન્નેના સુજાવ સાથે સંમ્મત... સ્વામિનારાયણ ભગવાન, લેખ પર કામ પુર થતા જ હું પણ યોગદાન આપવા પ્રયત્ન કરીશ... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૫૯, ૨૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સરસ વિચાર. --sushant (talk) ૨૧:૩૨, ૨૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
લેખ દ્રાક્ષ જોઈ જવા વિનંતી..શક્ય સુધારાઓ કર્યા છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૨૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા મતે દ્રાક્ષનો લેખ પૂર્ણ ગણી શકાય અને પ્રસ્તુત લેખ ગણી શકાય.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૪૫, ૨૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
દ્રાક્ષનો લેખ પ્રસ્તુત લેખ ગણી શકાય એવો ચોક્કસ લાગે છે. એ યાદીમાં ઉમેરાવો જોઇએ એ બાબતે સહમત. આભાર. Aniket (ચર્ચા) ૧૦:૦૩, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

વધુ માટે સૂચન

[ફેરફાર કરો]

આપણે "ઉમદા લેખ" કક્ષાના ઓછામાં ઓછા ત્રણ વધુ લેખ મુખપૃષ્ટ માટે જ જોઈએ છે (હાલ પુરતી ૧૨ માસની ઓટો સાયકલ પૂર્ણ કરવા માટે). તો અહીં નીચે મારા ધ્યાને ચડ્યા એવા થોડા લેખની યાદી મુકું છું. આમાંથી થોડા લેખને સુધારી પ્રસ્તુત લેખ કક્ષાના અને ત્યાર બાદ ઉમદા લેખ કક્ષાના બનાવવા પર વિચાર/ચર્ચા કરવા વિનંતી. આપનાં ધ્યાને પણ અન્ય લેખો હોય તો કૃપયા અહીં (યાદીમાં) સૂચન કરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૧, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

  1. વલ્લભભાઈ પટેલ
  2. સ્વામી વિવેકાનંદ
  3. ભારતીય ભૂમિસેના
  4. હસ્તમૈથુન - નાકનું ટીચકું ન ચઢાવો તો કહું કે, આ લેખ વખતો વખત વધુ વંચાયેલા લેખની માસિક યાદીમાં પ્રથમ/દ્વિતિય આવતો રહે છે !! તો પછી આ આમે સ_રસ રીતે લખાયેલા લેખને જરા વધુ મઠારીને "ઉમદા લેખ" સુધી કેમ ન પહોંચાડવો ભલા ?!
પહોંચાડવો જ જોઈએ, પરંતુ મુખપૃષ્ઠના માધ્યમથી નહિ, કારણ કે તેમાં રહેલી બધી નહિ તો અમુક છબીઓ અવયસ્કો માટે યોગ્ય નથી. મુખપૃષ્ઠ પર ઉમદાલેખ તરીકે એનો ઉલ્લેખ કરીએ એટલે સ્વાભાવિક રીતે જ સૌ કોઈ એ પૃષ્ઠની મુલાકાત લે, જે કદાચ ઘણા લોકોને અણછાજતું લાગે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૮, ૨૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
મુખપૃષ્ઠ પર હસ્તમૈથુનનો લેખ અણછાજતો લાગે એ બાબતે સહમત. Aniket (ચર્ચા) ૧૯:૧૭, ૨૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
મુખપૃષ્ઠ પર ન મુકવા વિશે સહમત. -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૨૭, ૨૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  1. કચ્છનો ઇતિહાસ - આ લેખ તો લગભગ બેઠેબેઠો ઉમદા લેખ ગણી શકાય તેવો છે. વિકિસ્રોત, વિકિયાત્રા કે કૉમન્સની યોગ્ય કડીઓ ઉમેરાય એ જરૂરી છે. ચકાસી જશો.
કચ્છનો ઇતિહાસ - માટે મારો મત ગણવો. લેખને હજુ સારો બનાવવાનો પ્રયત્ન કરીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૧, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
કચ્છનો ઈતિહાસ- આ લેખનો હજુ પૂરો અનુવાદ અંગ્રેજી લેખમાંથી થયો નથી. એ પૂર્ણ કરવાની જરૂર છે. આ ઉપરાંત અંગ્રેજી લેખમાં પણ સિંધુ ખીણ સંસ્કૃતિ પહેલાનો ઈતિહાસ હજુ નથી. પાષાણ અને તામ્રપાષાણ યુગ વિષે માહિતી ઉમેરીએ ત્યારે ઇતિહાસનો લેખ પૂરો થયો ગણી શકાય. આમ છતાં આપ સૌને યોગ્ય લાગે તો અનુવાદ પૂરો થયે એને તમે ઉમદા લેખમાં મૂકી શકો.--Nizil Shah (ચર્ચા) ૧૦:૫૪, ૪ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
મારા મતે ઉમદા અથવા પ્રસ્તુત લેખ માટે તેમાં દરેક વિધાનો માટે સંદર્ભો હોવા જોઈએ. લખાણ પણ શુદ્ધ અને સ્પષ્ટ હોવું જોઈએ. વધુમાં લાલ કડીઓ પણ ઓછામાં ઓછી હોવી જોઈએ. આ વાતને ધ્યાનમાં લેતાં વલ્લભભાઈ પટેલમાં સંદર્ભો વધારવા સાથે તેમાં વિવિધતા લાવવી જોઈએ, સ્વામી વિવેકાનંદમાં પણ સંદર્ભો અને લાલ કડીઓ ઘટાડવા પર કાર્ય કરવું પડે, ભારતીય ભૂમિસેનામાં લાલ કડીઓ જથ્થાબંધ છે અને તેના લેખો સાથે દરેક સભ્ય કાર્ય નહિ કરી શકે કેમકે તેનાં તકનિકિ વિષયો પણ સંલજ્ઞ છે. હસ્તમૈથુન પણ થોડો તકનિકિ લેખ ગણી શકાય અને આખરે કચ્છના ઇતિહાસમાં સંદર્ભો મોટા પ્રમાણમાં જરૂરી છે. માટે મારો મત ૧. વલ્લભભાઈ પટેલ, ૨. સ્વામી વિવેકાનંદ અને ૩. હસ્તમૈથુનને ગણવો.--Vyom25 (ચર્ચા) ૧૫:૫૦, ૩ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
મોડેથી જવાબ લખવા બદ્દલ ક્ષમા. હસ્તમૈથુન ને મુખપૃષ્ઠ પર ન મુકતા, બાકી દરેક લેખ માટે સહમતિ. આ સિવાય આપણે આવતી સાયકલ માટે ૧૨ લેખ પસંદ કરી તેના પર ટીમની રીતે કાર્ય કરીએ તો કેમ રહેશે?--Sushant savla (ચર્ચા) ૧૮:૨૪, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

@Vyom25: @KartikMistry: @Dsvyas:, @Aniket:, @Nizil Shah:

ઇમેન્યુએલ કેન્ટ ને ઉમદા લેખ તરિકે હોમ પેજ પર મૂકી શકાય કે નહીં? Gazal world (ચર્ચા) ૧૭:૫૧, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
સહમત. હજુ વધુ વિસ્તૃત બનાવી શકાય, પણ સરસ લેખ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
લગભગ મૂકી શકાય, થોડી આંતરિક કડીઓ વધુ હોય તો સારુ. હું પ્રયત્ન કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Dsvyas: Any update ? --Gazal world (ચર્ચા) ૨૨:૪૩, ૪ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Gazal world:, માફ કરજો, મોડું થયું. પણ હવે થોડી આંતરિક કડીઓ ઉમેરી દીધી છે. જો કે, લેખ પ્રસ્તુત લેખ જેટલો સમૃદ્ધ નથી લાગતો, વળી તેની ગુજરાત/ભારતને અનુલક્ષીને એટલી અગત્યતા પણ નથી લાગતી, માટે હજુ તેને પ્રસ્તુત લેખ તરીકે ચમકાવવામાં મારું મન કચવાય છે. આશા રાખું છું કે આ બાબતને અવગણીને તમે તમારું યોગદાન પૂર્વવત્ ચાલુ જ રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૭ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Dsvyas: કંઈ વાંધો નહી. હું હજુ વધુ સમૃદ્ધ બનાવીશ આ લેખ. જો કે લેખ અગત્યનો છે જ, કેમ કે એના વિશે તત્વજ્ઞાનના વિદ્યાર્થિઓને ભણવામાં આવે છે. --Gazal world (ચર્ચા) ૨૩:૦૯, ૭ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર! અવશ્ય, લેખ અવશ્ય અગત્યનો છે, પરંતુ બહોળા ગુજરાતી સમુદાય માટે નહિ. વિકિપીડિયામાં દરેક વિષય અગત્યનો જ હોય છે, મારો મુદ્દો મુખપૃષ્ઠ પર દર્શાવવા માટેની અગત્યતાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૬, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

નવું સૂચન

[ફેરફાર કરો]

@Vyom25: @KartikMistry: @Dsvyas:, @Aniket:, @Gazal world:: ગુજરાતી સાહિત્ય લેખ સંદર્ભ સમેત સુંદર બન્યો છે અને આખો વિષય આવરી લે છે. વળી આપણી ભાષાને સીધો લાગે વળગે છે એટલે તેને ચકાસી જોશો.--Nizil Shah (ચર્ચા) ૧૯:૧૪, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

સહમત! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૩, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

ઉમદા લેખ માટે નામાંકન

[ફેરફાર કરો]

ઑડિશા --Sushant savla (ચર્ચા) ૨૨:૪૮, ૨ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]