લખાણ પર જાઓ

ઘાંઘળી (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
ઘાંઘળી
—  ગામ  —
ઘાંઘળીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°46′24″N 71°56′49″E / 21.773449°N 71.947045°E / 21.773449; 71.947045
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય ( ૦૫:૩૦)
કોડ

ઘાંઘળી (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ભાવનગર થી ધંધુકા જતા મુખ્ય રસ્તા પરથી આવેલ છે. ઘાંઘળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં જમરૂખ અને દાડમની વાડીઓ પણ ઘણી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઘાંઘળીથી એક રસ્તો રાજપરા (ખોડીયાર) પણ નિકળે છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન