લખાણ પર જાઓ

ગિરા નદી

વિકિપીડિયામાંથી
ગિરા નદી
ગિરમાળ ગામ પાસે ગિરા નદી પરનો ધોધ
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૧૨૯ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીપુર્ણા નદી

ગિરા નદીપુર્ણા નદીની એક ઉપ-નદી છે, જે ગુજરાત રાજ્યમાં થઈને વહે છે.

આ નદીની કુલ લંબાઈ ૧૨૯ કિમી. છે. તેનો ઉદ્ભવ ડાંગ જિલ્લામાં આવેલી પાંડવ ગુફા નજીકના કેચમેન્ટ વિસ્તારમાંથી થાય છે અને અંત વાલોડ નજીક મીંઢોળા નદીનાં મિલન સાથે થાય છે.[] તેનો મુખ્ય ઉપયોગ પાણી સંચય માટે કરવામાં થાય છે, જે માટે તેના પર ૧૦ જેટલા નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૬ જેટલા પુલો આવેલા છે.

પ્રાકૃતિક સૌંદયની દ્રષ્ટીએ ગિરા નદી અનોખી છે, તેના પર ગિરમાળ ગામ પાસે આવેલો ગિરા ધોધ જોવા લાયક છે. ઉપરાંત કેટલાય પર્વતો પર આવેલા માર્ગો તેની શોભા વધારે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. G. D. Patel, સંપાદક (૧૯૭૧). Gazetteer of India: Dangs District. Ahmedabad: Directorate of Government Print., Stationery and Publications. પૃષ્ઠ 11.