કરમલા (ઓલપાડ)
કરમલા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ઓલપાડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય ( ૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
કરમલા (ઓલપાડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી તથા દરેક ઘરે પાણીના નળની સવલતો પ્રાપ્ય છે. ગામલોકોના પ્રયત્નથી અને વિદેશ વસતા ગામજનોની મદદથી ઉર્મિ જળધારા યોજના ઉભી કરવામાં આવી છે, જેના થકી પીવા માટે મિનરલ વોટર ગામલોકોને મળે છે. આ ઉપરાંત ગામમાં સુંદર તળાવ તથા નીલકંઠેશ્વર મહાદેવ તેમજ ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલાં છે.
તાલુકા મથક ઓલપાડથી ૮ કિલોમીટર અને જિલ્લા મથક સુરતથી ૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું આ ગામ સાયણ રેલ્વે મથકથી ૯ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ગામમાં નવો હળપતિવાસ, જુનો હળપતિવાસ, જુનો હરિજનવાસ, નવો હરિજનવાસ, મોટું ફળિયું, ગરાસ ફળિયું, કચ્છી કોલોની, બ્રાહ્મણ ફળિયું જેવા ફળિયાંઓ આવેલાં છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |