અલ્પ વિરામ
, | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અલ્પ વિરામ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
૧. જ્યારે નામો, વિશેષણો, ક્રિયાપદો કે અવ્યવો સાથે વપરાયાં હોય અને તેઓ ‘ને’, ‘અને’, ‘તથા’, એવાં ઉભયાન્વયી અવ્યવોથી જોડાયાં હોય ત્યારે તેવા શબ્દોની વચ્ચે અલ્પવિરામ મૂકવું.[૧] જેમકે,
- ત્યાંની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક વ્યવ્સ્થા તેને સહેજે સમજાતી જાય છે.
૨. સમાનાધિકરણ નામની પહેલાં અલ્પવિરામ મુકાય છે. જેમકે,
- શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર, સૌથી વધુ ગુણ લાવનાર, સૌથી હોંશિયાર, ટબૂકડો ટીનુ, અમારી સાથે અભ્યાસ કરતો હતો.
૩. સમાન કક્ષામાં આવેલા ઘણા શબ્દો કે વાક્યો સાથે ‘એ’, ‘આ’, ‘એવું’, ‘એમ’, ‘તે’, ‘તેમ’, જેવા શબ્દો આવ્યા હોય ત્યારે તે દરેક શબ્દસમૂહ કે વાક્ય પછી અલ્પવિરામ મુકાય છે. જેમકે,
- પવનની મંદ લહરીઓ, પક્ષીઓના કર્ણપ્રિય કલરવો, પુષ્પોના સુગંધી પરાગ, એ સૌ વાતાવરણને મનોરમ બનાવતા હતા.
૪. ‘ટૂંકમાં’, ‘સંક્ષેપમાં’, ‘ખરેખર’, ‘સારાંશ કે’, ‘જેમકે’, ‘જેવા કે’—આવા શબ્દો પછી અલ્પવિરામ આવે છે. જેમકે,
- તમે અહીં હસો, રમો, ફરો. ટૂંકમાં, ગમે તે કરો; પણ કાંઈ નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશો.
૫. બે કે વધારે શબ્દો કે શબ્દસમૂહો પછી ‘વગેરે’ ‘ઇત્યાદી’ એવા શબ્દો આવે ત્યારે આવા દરેક શબ્દ કે શબ્દસમૂહ પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,
- ખેતરમાં જતા ખેડૂતોના ડચકારા, બળદને ગળે બાંધેલી ઘંટડીઓના રણકાર, બાજુમાં ફરતી ઘંટીનો ઘેરો નાદ, પનિહારીઓનો પગરવ, બાળકોનો કિલકિલાટ અને બૂમરાણ, વગેરે વડે એક વિચિત્ર સ્વરસપ્તક રચાયું.
૬. સંબોધનાર્થે વપરાયેલા શબ્દ પછી અલ્પવિરામ મુકવું. જેમકે,
- રમણ, અહીં આવ.
૭. ક્રિયાપદ આજ્ઞાર્થમાં હોય અને તે પછી આખું વાક્ય તેના કર્મ તરીકે વપરાયું હોય તો તે આજ્ઞાર્થ ક્રિયાપદની પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,
- જુઓ, આ ફૂલ કેવું સુંદર છે !
- સાંભળો, કેવા મીઠા સ્વરો આવે છે !
૮. નામવાક્ય કર્મ હોય અને તે પહેલાં ‘કે’ ન વાપર્યો હોય તો અલ્પવિરામ મૂકવું. જેમકે,
- એણે વિચાર્યું, હવે મારું શું થશે ? (એણે વિચાર્યું કે હવે મારું શું થશે ?)
૯. સંયુક્ત વાક્યનાં સહગામી વાક્યો પછી અલ્પવિરામ મૂકવું. જેમકે,
- આઠ થયા, સંગીત બંધ થયું, માણસો વીખરાવા લાગ્યા.
૧૦. મિશ્રવાક્યમાં ગૌણવાક્ય આરંભમાં આવેલું હોય અને લાંબું હોય તો તેને અલ્પવિરામ વડે મુખ્ય વાક્યથી જુદું પાડવું. એક કરતાં વધારે ગૌણવાક્યો હોય તો દરેકને છેડે અલ્પવિરામ મૂકવાં. જેમકે,
- જે રાજતંત્ર પોતે રચેલું નથી, જેના કાર્યમાં પોતાનો અવાજ નથી, જે દેશનું પ્રતિનિધિત્વ ધરાવતું નથી, જે જોરજુલમથી તેના પર સત્તા જમાવવા ઈચ્છે છે તેનો નાશ કરવો એ નાગરિકની એક ફરજ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |